ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા – ભજન લિરિક્સ

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા - ભજન લિરિક્સ

“ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા” ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત એક ભક્તિસભર આરતી છે, જેમાં તેમના ઘરમાં આગમનનો આનંદ મનાવવામાં આવે છે. આ આરતી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રેમપૂર્વક વધામણું કરવાની વિધિ છે. ભક્તો તેને અત્યંત ભક્તિભાવથી ગાય છે, જાણે શ્રીકૃષ્ણ સ્વયં તેમના ઘરે પધાર્યા હોય. આ ક્ષણ ભક્તોને ભગવાનની દૈવી ઉપસ્થિતિનો અનુભવ કરાવે છે અને તેઓ હૃદયપૂર્વક કૃષ્ણપ્રતિ આભાર વ્યક્ત કરે છે.

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા ભજન લિરિક્સ

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા
હરખ ને હુલામણે શામળિયો ઘરે આવ્યા
ઝીણે ઝીણે ચોખલિએ ને મોતીડે વધાવ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લીધા
વામનજી નું રૂપ ધરીને બલિરાજા બોલાવ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હરણાકંસ માર્યો
પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાયરો રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

દાદુર રૂપે દૈત્ય સંહાર્યો ભકત જનોનો ફેરો ટાળ્યો
હુમન દાસી ચરણે રાખી નામે વૈકુંઠ પામ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

પરશુરામે ફરશી લીધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો
કામધેનુની વારુ કીધી જયદેવને ઉગાયરો રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

કશ્યપ રૂપે કરણી કીધી સઘળી પૃથ્વી જીતી લીધી
નાગને તો દમન કરીને ચૌદે રત્નો લાવ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

સાતમે તો સાન કીધી સમુદ્ર ઉપર પાળ બાંધી
ગઢ લંકાનો કોઠો તોડયો મહાદેવ હરદેવ વાર્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

સાવસોનાની લંકા બાળી દશમાથા નો રાવણ માર્યો
વિભીષણને રાજ સોંપ્યું સીતા વાળી લાવ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

નવમે બુધનુ ઘ્યાન ધરીને અજંપાના જાપ જપીને
રણુકારમાં રસિયા થઇને સોયે ભગત ને તાર્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા

દસમે તો દયા બહુ કીધી નકલંકી નુ રુપ ધરીને
કળજુગને તો મારી જોમે ભક્તોને ઉગાર્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા