શ્રી કૃષ્ણઃ શરણં મમ: – ભજન લિરિક્સ

શ્રી કૃષ્ણઃ શરણં મમ: – ભજન લિરિક્સ

“શ્રી કૃષ્ણઃ શરણં મમ:” એક અત્યંત આધ્યાત્મિક અને ભક્તિમય ગુજરાતી ભજન છે, જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પૂર્ણ સમર્પણ અને અડગ વિશ્વાસ વ્યક્ત કરે છે. આ ભજન સુંદર રીતે દર્શાવે છે કે શ્રીકૃષ્ણનું નામ ફક્ત ભક્તોના હૃદયમાં જ નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજે છે.

આ ભજનના શબ્દોમાં પ્રકૃતિના દરેક તત્વને કૃષ્ણભક્તિમાં લીન દર્શાવવામાં આવે છે—કદમ વૃક્ષની ડાળીઓ, યમુનાના કિનારા, પવિત્ર બ્રજભૂમિ, તીર્થના ઘાટની પાયરીઓ, ખીલેલા કમળ, વૃંદાવનના વૃક્ષો, ગોકુલની ગાયો, અને ચહકતા પક્ષીઓ—બધા તેમના દિવ્ય નામનો જાપ કરે છે. આ ભજન ગાઢ સંદેશ આપે છે: જ્યારે સમગ્ર સર્જન શ્રીકૃષ્ણની ઉપાસનામાં તલ્લીન છે, ત્યારે આપણે પણ તેમની શરણ લઈ શાંતિ અને આનંદ મેળવી શકીએ છીએ.

“શ્રી કૃષ્ણ: શરણં મમઃ” નો અર્થ છે—“હું ભગવાન કૃષ્ણની શરણમાં છું.”
આ સંપૂર્ણ સમર્પણ, ભક્તિ અને દૈવી રક્ષણનું પ્રતીક છે। કૃષ્ણની શરણાગતિ સ્વીકારવાથી જીવનના દુઃખો દૂર થાય છે અને હૃદય પ્રેમ, શાંતિ અને પરમ આનંદથી ભરાઈ જાય છે.

આ ભજન સાંભળવાથી અને ગાનાથી મન અને આત્મા પવિત્ર થાય છે, હૃદયમાં દૈવી પ્રેમ જગે છે અને ભગવાન કૃષ્ણની અનંત કૃપા સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે.

લિરિક્સ – શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

કદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
જમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોરાસી કોસ બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
કુંડકુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
વૃંદાવનનાં વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
વૃજભૂમિનાં રજકણ બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

વાજાં ને તબલાંમાં બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
શરણાઈ ને તંબૂરમાં બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી કયારી બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

આંબો લીંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
જતીપુરાના લોકો બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના ચોબા બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

ગોવર્ધન શિખરે બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
ગલી ગલી ગહવરવન બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
વેણુસ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

પુલિન કંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી જમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
તુલસીજીના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

સર્વ જગતમાં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણં મમ:
વિરહી જનનાં હૈયાં બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
કૃષ્ણ વિયોગે આતુર બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

મધુર વીણા વાજિંત્રો બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
કુમુદિની સરોવરમાં બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
ચંદ્ર સૂર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
તારલિયાનાં મંડળ બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:

અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
રોમરોમ વ્યાકુળ થઈ બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મન માંહે બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:
જુગલચરણ અનુરાગે બોલે, શ્રી કૃષ્ણ: શરણં મમ:

શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણઃ શરણં મમ:, શ્રી કૃષ્ણઃ શરણં મમ: